લખતરના વિઠ્ઠલાપરાના તળાવ નજીકથી 923 બોટલ શરાબ પકડાયો

લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામ પાસેથી સ્વિફ્ટ ગાડી અને તેમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબ પકડી પાડ્યો હતો.જેમાં શરાબ કાર સહિત રૂ.3,69,700નો મુદામાલ કબજે કરાયો હતો. આ સ્વિફ્ટ ગાડીને લખતર પોલીસ સ્ટેશને મૂકી દરોડા સમયે હાજર નહી મળી આવેલ તેના ચાલક અને તપાસમાં ખૂલે તે બધા ઇસમો સામે ફરિયાદ લખાવી હતી. હવે ધીમે ધીમે ગ્રામપંચાયતોની ચૂંટણી તથા 31 ડિસેમ્બર નજીક આવી રહી છે.ત્યારે સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમા લખતર તાલુકા પંથકમાંથી શરાબ ઝડપાઇ રહ્યો છે.પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેષભાઇ, જયેન્દ્રસિંહ, અશ્વીનભાઇ, કલ્પેશભાઇ સહિત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ લખતર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામ નજીક રેપકી તળાવ નજીકથી એક સ્વિફ્ટ કાર મળી આવી હતી. જે શંકાસ્પદ જણાતા એલ.સી.બી. ની ટીમે તપાસ કરી હતી. તેમાંથી વિદેશી શરાબ મળી આવ્યો હતો જેમાં ડીલક્ષ વ્હીસ્કીની 83 નંગ બોટલ કિં.રૂ.24,900 ડીલક્ષ વ્હીસ્કીની 348 નંગ બોટલો કિં.રૂ.38,400 રોયલ વોડકાની 288 નંગ બોટલો કિં.રૂ.28,800 બ્લેક પેન્થર રમની 48 નંગ બોટલ કિં.રૂ.4800 ટી.આર.એસ. સૂપિરિયર રમ 48 નંગ બોટલ કિં.રૂ.4800 વ્હાઈટ લેસ વોડકા ની 24 નંગ બોટલ કિં.રૂ.7200 કિંગફિશર બિયર ટીન નંગ 48 કિં.રૂ.4800 તથા બિયર ટીન નંગ 48 કિં.રૂ.4800 મળી રૂ.1,13,700નો વિદેશી શરાબ પકડી પાડ્યો છે. ત્યારે સ્વિફ્ટ ગાડી કિં.રૂ.2,50,000 તથા વિદેશી શરાબ રૂ.1,13,700 મળી કુલ રૂ.3,63,700નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો અને ગાડી ચાલક અને તપાસમાં ખૂલે તે બધા વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.