મહાદેવનગરમાં મહિલાના ઘરે જુગારનો દરોડો, 3 પકડાયા

ભુજમાં એન્જિનિયરીંગ કોલેજ પાસે મહાદેવ નગરમાં રહેતી મહિલા પોતાના ધરે ખેલીઓ બહારથી બોલાવી જુગાર રમાડતી હતી અને એલસીબી ત્રાટકી હતી. ઘરમાં જુગાર રમતા ત્રણને પશ્ચિમ કચ્છ એલસીબીએ ચાર મોબાઇલ અને બે મોટર સાઇકલ સહિત ૮૩,૫૦૦ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. શહેરની ભાગોળે એન્જિનિયરીગં કોલેજ પાસે જીઇબી સબસ્ટેશન પાછળ મહાદેવ નગરમાં રહેતી નાનુબેન ઉર્ફે નીતા ધિરજભાઈ લોંચા પોતાના ઘરે બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડતી હોવાની બાતમી એલસીબીને મળી હતી. બાતમી આધારે દરોડો પાડી અલ્પેશ ભરતભાઇ ચાવડા, મહેબુબશા બુગદાદીશા પીર અને આધમ જુસબ કુંભાર વાળો જુગાર રમતા રંગેહાથે પકડાઈ ગયા હતા. એલસીબીએ દરોડામાં ૧૩,૫૦૦ રોકડા, ૪ મોબાઇલ કિંમત ૨૦,૦૦૦ અને બે મોટર સાઇકલ જેની કિંમત ૫૦ હજાર ગણી કુલ ૮૩,૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઇસમોને એ ડિવિજન પોલીસ સ્ટેશને સુપરત કર્યા હતા. તો મહિલા સંચાલકને નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી.