ગોધરાની મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ચાદર ગેંગના 7 સાગરીતો ઝડપાયા

ગોધરા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ હાર્દીક સેલ્સમાં અજાણ્યા તસ્કરોએ દુકાનમાંથી રૂ.6.48 લાખના મોબાઇલ, એસેસરીઝ તથા રોકડ રકમની તસ્કરી કરી હોવાની ફરીયાદમાં રાજયની પોલીસે મોબાઇલ તસ્કરી વખતના સીસીટીવી કુટેજ અને ટેકનીકલ સર્વેલન્સન આધારે મોબાઇલ તસ્કરીમાં બિહારના મોતીહારની ચાદર ગેંગ સંડોવાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.જુનાગઢ પોલીસને બાતમી મળી કે મોબાઇલની તસ્કરી કરતી બિહારી ચાદર ગેંગના 7 સાગરીતો હાલ અમદાવાદ નારોલ ખાતેની શાહવાડી ઝૂંપડપટ્ટીમાં ઓરડીમાં રહે છે. જેનાં આધારે જુનાગઢ પોલીસ દ્વારા સાતેય સ્સગરીતોની ધરપકડ કરી ગોધરા એ ડીવીઝન પોલીસને સોપ્યા હતા. 7 મોબાઇલ ચોરોના કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કરતા ચોરેલો 27 મોબાઈલ અને અન્ય એસેસરીઝનો મળીને રૂા.6.48 લાખનો મુદ્દામાલ રિકવર કરીને તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.બિહારના મોતીહારીના ગોવિંદ મદન રામલોચન શાહ, નિઝામુદ્દીન હલીમ સફરીન મિયા દરજી, મોબીન ભુના સલામત દેવાન મુસ્લિમ ફકીર, બબલુ ઉર્ફે બોબી મદન ટિકોર શાહ, મુકેશ છેદી સજાવલ રામ, ગુલશનકુમાર બ્રહ્માનંદપ્રસાદ ઠાગાપ્રસમદ કુશવાહા મહંતો, અને નઈમ હારીશ ગુલઝારસાંઈ દેવાન ફકીર તસ્કરીમાં પકડાયા છે.