ધોળકા પોલીસે તસ્કરીના 7 મોબાઇલ સાથે 3 શખ્સ ઝડપાયા

ધોળકા વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ સુચના કરી હતી. જે અન્વયે એન.ડી.ચૌધરી પોલીસ.ઇન્સ. ધોળકા ટાઉન પોસ્ટેનાઓએ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને સુચના કરેલ જે આધારે એ.એસ.આઇ પ્રભુભાઇ દિતાજી, પ્રદીપસિહ અજીતસિહનાઓને બાતમીદારથી ચોકકસ બાતમી હકીકત મળેલ કે ગધેમારથી પાશ્વનાથ જવાના રોડ ઉપર આવેલા વડના ઝાડ નજીક ત્રણ તસ્કરો ચોરીના મોબાઇલ ફોન લઈ બેઠા છે.તે બાતમી આધારે બે પંચોના માણસોને બોલાવી સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ બાતમીવાળા શખ્સોને કોર્ડન કરી તેઓના નામઠામ પુછતા મોઇનખાન ઉર્ફે અમદાવાદી મજીતખાન અબ્દુલખાન પઠાણ,સા હીલખાન સાજીદખાન સુબેખાન પઠાણ, સોયબભાઇ હબીબભાઇ મેમુદભાઇ શેખ (ભટીયારા ) હોવાનું જણાવેલ અને તેઓની અંગઝડતી કરતા તેઓની પાસેથી જુદી જુદી કંપનીના કુલ 7 નંગ મોબાઇલ કુલ કિંમત રૂ. 52 હજાર મળી આવ્યા હતા.