જિલ્લામાં જુગારના બે બનાવોમાં 12 શખ્સો પકડાયા

જિલ્લામાં જુગારના બે બનાવોનમાં કુલ 12 શખ્સો પકડાયા છે. જેમાં તળાજા તાલુકાના રાજપરા નં. 2 ગામે જાહેરમાં જુગાર રમતા સંજય ઉર્ફે સન્નો લાભુભાઈ ચૌહાણ, ભોળા રાજાભાઈ સાટિયા, મનસુખ ધરમશીભાઈ સાતરીયા અને વિજય મોહનભાઈ મકવાણાને કુલ રૂ.1,290ના મુદ્દામાલ સાથે અલંગ પોલીસે તથા અન્ય એક બનાવમાં જુની રાજસ્થળી ગામના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા ગોવિંદ માધાભાઈ મકવાણા, ભગવાન ગોવિંદભાઈ ઈટાળિયા, વિજય રણછોડભાઈ પરમાર, અશ્વિન બહાદુરભાઈ બલોલીયા અશ્વિન ઉર્ફે ભોલો ધનજીભાઈ કોલાદરા, શામજી ભગવાનભાઈ બારૈયા, સુરેશ જાદવભાઈ ભાદાણી, રણછોડ કાળુભાઈ પરમારને કુલ રૂ.3,110ના મુદ્દામાલ સાથે વલભીપુર પોલીસે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.