કડીના રાજપુર ગામેથી LCB અને નંદાસણ પોલીસે દરોડો પાડી 12 શખ્સોને રંગેહાથ પકડી લીધા

કડી તાલુકાના રાજપુર ગામેથી મહેસાણા એલસીબી અને કડી તાલુકાના નંદાસણ પોલીસે જુગાર રમતા 12 શખ્સોને પકડી પાડયાં હતા. સ્થળ ઉપરથી રોકડ રકમ સહિત રૂપિયા 29 હજાર 340નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહન અને સરકારી વાહનોમાં આગામી સમયમાં આવી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે સમયે નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાજપુર પાટિયા પાસે આવતા ખાનગી રાહે હકીકત મળી હતી કે, રાજપુર ગામમાં આવેલા ઠાકોરવાસમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે જુગાર રમી રમાડી રહ્યા છે.પોલીસે બાતમીની ખરાઈ કરીને રાજપુર ગામના ઠાકોર વાસમાં આવેલા મેલડી માતાજીના મંદિર નજીક કોર્નર કરીને જુગાર રમતા 6 જેટલા શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ તથા મુદ્દામાલ કબજે કરીને જુગાર રમતા શખ્સો વિરૂદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.