અંકલેશ્વમાં એક મકાનમાંથી પોલીસે 5 શખ્સોને પકડ્યા, ત્રણ શખ્સો પાયાલન

અંકલેશ્વરમાં પોલીસે જુગારધામ પકડી પાડ્યો હતું. નવી નગરી ખાતે આવેલા એક ઘરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ પકડી પાડ્યું છે. પોલીસે સ્થળપરથી 5 શખ્સો સાથે એક રીક્ષા, રોકડા 19 હજાર અને પાંચ ફોન મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ભરૂચ જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે જિલ્લામાં ધામા નાખ્યા છે. ત્યારે અંકલેશ્વરની નવી નગરી ખાતે આવેલા એક ઘરમાં ભારતી વસાવા ફરક આંકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 19 હજાર અને એક રીક્ષા, પાંચ મોબાઈલ ફોન મળી કુલ 1.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગજાનંદ સોસાયટીના ભાથીજી મંદિર નજીક રહેતા શખ્સો વિશાલ ઠાકોર વસાવા, અબ્બાસ ગફાર શેખ અને ઈશ્વર નાયક, ચિરાગ વસાવાને પકડી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર ભારતી વસાવા સહિત ત્રણ શખ્સો પલાયન થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભારતી વસાવા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માણસો દ્વારા જુગારધામ ચલાવી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી પકડાઈ છે.