માંડવીની રત્નકલા સોસાયટીમાં ઘર બહાર પાર્ક થયેલી બાઇકની તસ્કરી

માંડવીમાં રત્નકલા સોસાયટીમાં એસ. વી. કોલેજ પાછળ ગૌતમ ધનજીભાઇ બુદ્ધભટ્ટીએ પોતાની બાઇક ઘરની બહાર પાર્ક કરી હતી. ગત 4થી તારીખે રાત્રિના અરસામાં ઘર બહાર પાર્ક કરેલી બાઇક સવારના અરસામાં જોતા દેખાઇ ન હતી, આસપાસમાં તપાસ કરતા કાંઇ અતોપતો મળ્યો ન હતો. દસ દિવસની શોધખોળ બાદ અંતે માંડવી પોલીસ સ્ટેશને 30 હજારની કિંમતની બાઇકની તસ્કરી થઈ જવાની ફરિયાદ લખાવી હતી.