શિવપારસ નજીક બે કારની ટક્કરમાં 3 વ્યક્તિઓ ઘાયલ

ભુજ માંડવી હાઇવે પર શીવપારસથી આગળ બે કારની ટક્કર થતા રાજકોટ પાસિંગની કાર પલટી ખાઇ ગઇ હતી. સામેથી આવી રહેલી સ્વીફટ કારમાં ઝેન-એસ્ટિલો અથડાતા પલટી ખાઇ ગઇ હતી, જેમાં ત્રણ મુસાફરોને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.