મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરતા પાંચ ઈસમ પકડાયા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નનાદરા ગામનો શોયેબ મલેક પોતાના ઇસમો સાથે અગાઉ મોબાઈલ ટાવર બેટરીઓ ચોરીમાં ઝડપાયેલ છે અને છ માસ અગાઉ બકરોલ ગામે થયેલી મોબાઈલ ટાવરની બેટરીમાં તેની સંડોવણી હોવાની પોલીસને પ્રાથમિક બાતમી મળી હતી.દરમિયાન તેની સાથે સંકળાયેલા ઇસમો બાકરોલ ગેટ નજીક ભેગા થવાના હોવાની ચોક્કસ માહિતી મળતાં જ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઇસમો ભેગા થતાં જ પોલીસે શોએબ ઉપરાંત લોકેશ અંબાલાલ મહેશ્વરી, નિલેશ ઉર્ફે નીલીયો ચીમન ચૌહાણ, ધ્રુવેશ કનુ પટેલ અને કૌશિક ધર્મેન્દ્ર પરમારને પકડી પાડ્યા હતા. હાલમાં તેમની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.