મોરબીના વાવડી રોડ પર રહેણાંક ઘરમાંથી જુગારધામ પકડાયું

મોરબી એ ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાવડી રોડ પર ધર્મનગરમાં રહેણાંક ઘરમાંથી જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર ધર્મનગરમાં રહેતા દિનેશભાઈ કાનજી વ્યાસ પોતાના રહેણાંક ઘરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા દિનેશભાઇ પ્રવીણભાઈ સીતાપરા, જયતિલાલ રામજીભાઈ કાવર, વાલજીભાઇ ડાયાભાઈ રાજપરા, અમૃતભાઈ કુંવરજીભાઈ જગોદરા અને મગનભાઇ માવજીભાઇ ભાડજાને રોકડ રોકડ રકમ રૂ.79,300 સાથે પકડી પાડી ધોરણોસરની તજવીજ હાથ ધરી છે.