વડાવલી ગામેથી રૂ.34,100ની મત્તા સાથે 8 જુગારી પકડી પાડ્યા

ચાણસ્માના વડાવલી ગામની સીમમાં બોરની ઓરડીની લાઈટના અજવાળે જુગાર રમતા આઠ ઇસમોને રૂ.34,100 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. વડાવલી ગામના સીમ વિસ્તારમાં હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે ચાણસ્મા પોલીસે રાત્રિના અરસામાં દરોડો પાડ્યો હતો. જેમાં બોરની બોરડીમાં લાઈટના અજવાળે હારજીતનો જુગાર રમતા ચાવડા ગોપાલજી જવાનજી, ચૌહાણ કરણાજી ચમનજી, પટેલ જશવંતભાઈ જોઈતારામ, ઠાકોર બાસ્કુજી બાબરજી, ઠાકોર નરેન્દ્રકુમાર આત્મારામ, રાવળ વિષ્ણુભાઈ દલસુખભાઈ, પટેલ ભાવેશકુમાર અમરતભાઈને રોકડ રૂ.31600 અને 3 મોબાઈલ (કિંમત રૂ. 2500) મળી કુલ રૂ.34,100 નો મુદ્દામાલ કબજે કરી આઠે શખ્સો સામે ચાણસ્મા પોલીસ સ્ટેશને જુગાર અટકાયતી અધિનિયમ અનુસાર ગુનો નોંધાયો હતો.