ટંકારાની લજાઈ ચોકડી નજીક રિક્ષામાં દેશી દારૂના જથ્થા એક ઈસમ પકડાયો

ટંકારાની લજાઈ ચોકડી નજીકથી પોલીસે રિક્ષામાં દેશી દારૂનો જથ્થો લઈ જતાં શખ્સને પકડી પાડીને મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય બે ઇસમોના નામો ખુલ્યા છે. ટંકારા પોલીસ ટીમે લજાઈ ચોકડી મોરબી રાજકોટ હાઇવે પરથી રિક્ષા જીજે 01 સીવાય 5869 ને આંતરી તલાશી લેતા દેશી દારૂ 450 લિટર કિંમત રૂ.9,000 મળી આવતા પોલીસે દારૂ અને રિક્ષા સહિત રૂ.34,000 ના મુદામાલ સાથે શખ્સ રવિ સંજય સોલંકી વાળાને પકડી પાડ્યો છેતો અન્ય શખ્સ રોહિત બાવાજી અને સુમિત ખોડ વાળના નામ ખુલ્યા હોય બંને શખ્સ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધી તજવીજ ચલાવી છે.