કલ્યાણપુરાના ઈસમનું ATM કાર્ડ બદલી 1,55,000 છેતરપિંડી

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા આઘેડ કલોલ નવજીવન મિલકંમ્પાઉન્ડમાં એ.ટી.એમ. મશીનમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે મશીનમાંથી પૈસા આવતા ન હતા ત્યારે બાજુમાં ઉભેલા ઇસમે તેમને વિશ્વાસમાં લઇ પૈસા ઉપડવાના મદદ કરવાના બહાને કાર્ડ બદલી લીધુ હતુ. અને કાર્ડમાંથી જુદી જુદી જગ્યાએથી પૈસા ઉપાડી કુલ 1,55,000 ની ઉઠાંતરી કરી હતી.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કલોલમાં કલ્યાણપુરા વિસ્તારની જીવન પ્રકાશ સોસાયટીમાં રહેતા રમેશભાઇ ચતુરભાઇ બારોટ સિક્યુરીટી ગાર્ડ તરીકે પ્રાઇવેટ નોકરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. સાંજના અરસામાં કલોલ નવજીવનમીલ કંમ્પાઉન્ડમાં સીટી મોલ ખાતે આવેલ એસ.બી.આઇ.ના એ.ટી.એમ. પૈસા ઉપાડવા ગયા હતા.ત્યારે પૈસા ઉપડવાનો પ્રયત્ન કરતા મશીનમાંથી પૈસા ઉપડ્યા ન હતા. ત્યારે આશરે 40 થી 50 વર્ષની ઉંમરનો એક ઈસમ તેમને પૈસા કાઢી આપવાનુ કહી કાર્ડ લીધુ હતુ. ત્યારબાદ તે વ્યક્તિએ કાર્ડ મશીનમાં નાખી કાર્ડનો પાસવર્ડ માંગ્યો હતો. જે પણ આ આઘેડે વિશ્વાસમા આવી આપી દીધો હતો. તે વખતે મશીનમાંથી પૈસા ન નીકળતા તેણે કાર્ડ પરત આપ્યુ હતુ.પણ મદદ ના બહાને ગઠીયાએ કાર્ડ બદલી નાખ્યુ હતુ. પાસબુક ભરાવા જતા ઈસમને પોતાની સાથે છેતરપિંડી થયાનુ જણાયુ હતુ.