ડાસણ પાસે ખાનગી કંપનીના મેનેજરના ટૂ વ્હીલરની તસ્કરી

કુડાસણના એક શો રૂમમા સર્વિસમાં આપેલુ બાઇક લેવા સ્કુટી લઇને ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ટૂ વ્હીલરની તસ્કરી થઇ છે. શો રૂમમા ગયા બાદ પરત આવતા થોડી જ મિનીટોમા વાહનની તસ્કરી થઇ હતી. જેને લઇને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવામાં આવતા તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પાર્થ રસિકભાઇ સથવારા (રહે, શિવાબ્લેસીંગ, સરગાસણ. મૂળ રહે, ચૂડા) સરગાસણમા આવેલી એક ખાનગી કંપનીમા માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે.ત્યારે તેના ભાઇએ કુડાસણમા એક બાઇક સર્વિસ માટે આપ્યુ હતુ. જેને લેવા માટે તેમનુ પ્લેઝર લઇને ગયા હતા. પ્લેઝરને શો રૂમ બહાર મુકી બંને ભાઇ અંદર બાઇક લેવા ગયા હતા. જ્યારે શો રૂમમાથી બહાર આવ્યા બાદ પ્લેઝર લેવા જતા ટૂ વ્હીલર જોવા મળ્યુ ન હતુ. આસપાસમાં તપાસ કરવા છતા પતો નહિ લાગતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશમાં તસ્કરીની ફરિયાદ કરવામાં આવતા 10 હજારના વાહન તસ્કરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.