બાળા પાટિયા નજીક પાનાં ટિંચતા પાંચ ઇસમો પકડાયા

જામનગર પાસે બાળા ગામના પાટિયા પાસે વોકળામાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમોઓને રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. બાળાના પાટિયાપાસે જાહેરમાં કેટલાકીસમો ગંજીપતાનો જુગાર રમે છે એવી બાતમી આધારે પંચ-એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા બાળા ગામના બાબભા ઉર્ફે ભીખુભ જુવાનસિંહ જાડેજા, અલીયા ગામના હરીશ કાનજી પરમાર, બાળાના દીપસંગ ઉર્ફે હકૂભા ઘેલાજી જાડેજા, અલીયાના ગોવિંદ ભુરા માટીયા અને નવાપરના હેમત હારી બરબચીયાને રોકડા 14,210 તથા પતા સાથે ઝડપી પાડ્યા હતા.