વડોદરા સાવલીમાં તસ્કરોએ દુકાનનું શટર તોડી કરી તસ્કરી
 
                
વડોદરા શહેર જિલ્લા સાવલી ભાદરવા ચોકડી નજીક આવેલીએક દુકાનમાં તસ્કરી કરવા માટે 4 તસ્કરો કાર લઇને ગયા હતા તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46 હજારની રોકડ તસ્કરી કરી ગયા હતા.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તજવીજ શરૂ કરી છે. સાવલી પોલ્સ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદ અનુસાર સાવલી ભાદરવા ચીકડી નજીક ભાથીજી મંદિર પાછળ દિનેશભાઇ ઇશ્વર ભાઈ ભોઇ રહે છે અને ભાદરવા ચોકડી પાસે શ્રી ખોડિયાર નામની નાજ કરિયાણાની દુકાન ચાવે છે. તેઓ રાત્રિના અરસામાં રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા. દરમિયાન રાત્રિના અરસામાં તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46,000 રોકડા તસ્કરી કરી ગયા હતા. સવારના અરસામાં દુકાને આવેલા દિનેશભાઇ ભોઇએ શટરના તાળાં તૂટેલા જોતાં ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ દુકાનમા જઈ ગલ્લામાં તપાસ કરતાં ગલ્લામાં વકરાના મૂકેલા રૂપિયા 46,000 રોકડ જણાઈ આવ્યા ન હતા. દરમિયાન આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતાં ચાર તસ્કરો નંબર પ્લેટ વગરની કાર લઈને તસ્કરી કરવા માટેયવ્ય હોવાનું જણાવવા આવ્યું હતું. તસ્કરો કાર લઈને આવ્યા હોવાની જાણ વિસ્તારમાં પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે વડોદરા શહેર-જિલ્લા માં તસ્કરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. તસ્કરો પોલીસ તંત્રના રાત્રિના અરસામાં પેટ્રોલીંગના ધજગરા ઉડાવી રહ્યા છે. સાવલીના ભાદરવા ચોકડી પાસે અનાજ કરિયાણાની દુકાનમાં થયેલી તસ્કરી અંગે સાવલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કર્મા તસ્કરી કરવા માટે આવેલા અજાણ્યા ચાર તસ્કરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બાનવની તપાસ સાવલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.જે.રાઠવા કરી રહ્યા છે.
 
                                         
                                        