જુનાગઢમાં આશ્રમમાંથી ગાય ચોરી જતો એક ઈસમ પકડાયો

જુનાગઢ ગીરનાર દરવાજા ખાતેના મૈયારામ આશ્રમના ડેલમાં રાખેલી ગાયોમાંથી એક ગાય દીનદહારે બળજબરીઠ ચોરી કરી લઈ જવાના મામલે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે અજાણ્યા ઇસમો ભાગી છૂટયા હતા. જેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. સાંજના અરસામાં ગીરનાર દરવાજા મૈયારામ આનમના ડેલાની અંદર રાખેલી ગાયોમાંથી એક ગાયને ઇમસા અબ્દુલ રે.અજંટા ટોકીઝ નજીક વાળો અને તેમની સાથેના બે અજાણ્યા ઇસમોએ ડેલામાં પ્રવેશી એક ગાયને બળજબરીથી ચોરી કરી લઈ જવાની કોશીષ કરતાં કરણભાઈ રાણાભાઈ હરણ રે. ગીરનાર દરવાજા ગોપાલ વાડીની બાજુ વાળાનું ધ્યાન પડી જતાં આ ત્રણેય ઇસમોનો પીછો કરતાં અબ્દુલ અજંટા ટોકીઝ વાળો ઝડપાઇ જવા પામ્યો હતો. જ્યારે બે અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. એ ડિવિઝન પોલ્સમાં ફરિયાદ લખાવતા પીએસઆઈ પરમારે કાર્યવાહી હાથ ધરી છે.