ઇડરમાં બીઓબીમાંથી યુવકના 34હજાર સેરવી બે શખ્સો ફરાર

ઇડરમાં બેંક ઓફ બરોડામાં રૂ.1.50 લાખ ડીપોઝિટ ભરવા આવેલ વ્યક્તિને નોટોની સિરિઝ લખવાનું કહી બે શખ્સો રૂ.500 ની 69 નોટો સેરવી પલાયન થઇ ગયેલ બંને શખ્સો સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજને આધારે તજવીજ હાથ ધરી હતી.ઈડર જવાનપુરા વિસ્તારમાં આવેલ બેન્ક ઑફ બરોડામાં દેસાઈ સીડ્સ નામની દુકાનમાં નોકરી કરતાં ઠાકોર કરણભાઈ બાલાજી (રહે. નાના કોટડા) દુકાનના રૂ.1.50 લાખ ભરવા આવ્યા હતા. તે દરમિયાન બેન્કમાં ગ્રાહકોના ધસારાનો લાભ ઊઠાવી બે શખ્સોઓ કરણભાઇ પાસે આવ્યા હતા અને બેન્કમાં નોટો જમા કરાવવા નોટોની સિરિઝ લખવી પડશે કહી રૂ.500ના બંડલમાંથી નોટો છૂટી કરાવી 69 નોટો સેરવી લઇ રૂ.34,500 લઈ પલાયન થઈ ગયા હતા. ઇડર પોલીસને જાણ કરતાં બેન્કના સી.સી.ટી.વી. અને આજુબાજુના કેમેરાની મદદ લીધી હતી.