ગડસઈ ગામમાં પ્રવેશબંધી ફરમાવેલા ઇસમે અદાવતમાં યુવાન ઉપર છરીથી હુમલો

સાંતલપુર તાલુકાના ગડસઇ ગામે જૂની અદાવતમાં મતદાન મથક પાસે બેઠેલા ઈસમ પર છરીથી હુમલો કરાતાં ધારપુર ખસેડાયો હતો. આ અંગે સાત હુમલાખોરો સામે વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઇ છે. ગડસઇ ગામના મહેશભાઈ ઊર્ફે રામુભાઇ ભગવાનભાઈ ઠાકોરની પત્નીની એકાદ વર્ષ અગાઉ વિનોદભાઈ શંભુભાઈ ઠાકોરે છેડતી કરી હતી. જે બાબતે પોલીસ ફરિયાદ થતાં વિનોદભાઈને ગામમાં આવવાની મનાઈ કરવામાં આવી હતી.પરંતુ ગામમાં સરપંચની ચૂંટણીને લઈને આવેલા વિનોદભાઈ તથા બીજા છ શખ્સોએ સરપંચની ચૂંટણીને લઇને પ્રાથમિક શાળામાં મતદાન પ્રક્રિયા ચાલતી હતી. બીજા બે ઇસમોએ મુ્કા તેમજ ચાની કીટલી માથા પર મારતાં સારવાર માટે 108 દ્વારા રાધનપુર અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર ખસેડાયા હતા. આ અંગે મહેશભાઈ ભગવાનભાઈ ઠાકોરે સાત ઇસમો સામે વારાહી પોલીસ મથકમાં સાત ઇસમો સામે ફરિયાદ લખાવી છે.