ગાંધીધામ શહેરનાં મહેશ્વરીનગર વિસ્તારમાં આવેલા મકાનમાં ઘૂસી રૂ.63,500ના દાગીનાની તસ્કરી

ગાંધીધામ શહેરનાં મહેશ્વરીનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઘૂસી તસ્કરોએ રૂ.63,500ના દાગીનાની તસ્કરી કરી ફરાર થઇ ગયાં હતા. શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં મકાન નંબર 333માં રહેતા અને એ.સી. રિપેરિંગનું કામ કરતા હરેશ માલશી રોશિયાના મકાનમાં આ બનાવ બન્યો હતો. આ યુવાનના પત્ની આશાબેન બપોરના અરસામાં અંજાર તાલુકાના નિંગાળ ગામે સગાઇ પ્રસંગે ગયા હતા. બાદમાં આ ફરિયાદીની દીકરી સેજલ શાળાએથી પરત આવતાં આ યુવાન તથા તેની દીકરી પણ નિંગાળ ગામે ગયા હતા. આ પરિવાર બપોરના અરસામાં પરત પોતાના ઘરે આવ્યો હતો. બંધ દરવાજાના તાળાં ખોલી આ કુટુંબ પોતાના ઘરમાં જતાં તેમના મકાનમાં તસ્કરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. તાળાં બંધ આ મકાનમાં તસ્કરો તાળાં તોડયા વગર ગમે તે રીતે અંદર ઘુસ્યા હતા. અને અંદર કબાટમાંથી સુઇ ધાગા લટકણ સોનાની બુટ્ટી, સોનાની કાનની બુટ્ટી, જોડ નંગ-1, સોનાની ચેઇન એમ કુલ રૂ.63,500ના દાગીનાની તસ્કરી કરી નાસી છુટ્યા હતા. ધમધમતા અને મધ્યવર્ગીય એવા આ વિસ્તારમાં તસ્કરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.