ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન વિસ્તારમાં પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી

ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન વિસ્તારમાં અને ગળતેશ્વરના અંગાડી પાસેના બનાવ સામે આવ્યા છે. આ બંન્ને બનાવો સંદર્ભે વાહન માલિકોએ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે.નડિયાદ તાલુકાના ચકલાસી લાખાનગરમાં રહેતા અમિતભાઈ રમણભાઈ વાઘેલા પોતાની મોટર સાયકલ લઈને નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલા ડી માર્ટમાં ખરીદી કરવા ગયાં હતાં. ત્યારે તેઓ મોટર સાયકલ ડી માર્ટની બહાર પાર્ક કરી ખરીદી કરવા ગયાં હતાં. ખરીદી કરી બહાર આવી જોતાં મોટર સાયકલ જોવા મળ્યું ન હોતું. તેમજ તેની શોધખોળ કરવા છતાં મળી ન આવતાં મોટરસાયકલ તસ્કરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે અમિતભાઈ રમણભાઈ વાઘેલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.