કંડલા અને ગાંધીધામમાં ટ્રકે ટક્કર મારતા 2ના મૃત્યુ

કંડલા અને ગાંધીધામમાં પણ આવી બે ઘટનાઓ મોડી રાતે ચોપડે ચડી હતી. કંડલામાં પોતાની મોટરસાઈકલ પર જઈ રહેલા ભચાઉના 27 વર્ષીય ચીરાગ મોહન સોંલકી વે બ્રીજ સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આવી રહેલા કાળમુખા ટ્રઈલરે અડફેટે લેતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. કંડલા મરીન પોલીસે સ્ટેશને આ અંગેની નોંધ લઈને ઈંક્વેસ્ટ ભરવા અને પીએમ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તો બીજી ગાંધીધામના એસટી બસ સ્ટેશન સામેના નીમાયા હોટલ પાસે બની હતી. જેમાં રાત્રીના અરસામાં પોતાની મોટરસાઈકલ પર જતા અર્જુન સેનને ટેન્કર ચાલકે અડફેટે લેતા અર્જુનને હાથ, છાતી સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને 108 મારફતે આદિપુર હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર મળે તે પહેલા મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું હતું. મૃતકના બનેવીએ ઈન્દોરથી આવીને આ અંગે ફરિયાદ લખાવી હતી.