મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે. આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબનાઓએ દારૂ તેમજ જુગારની બંદી નાબુદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ. ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આઈ.એચ. હિંગોરાના માર્ગદર્શન હેઠળ એલસી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન આજરોજ એલસી.બી સ્ટાફના કર્મચારીઓ મુન્દ્રા તાલુકાનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મંગરા ત્રણ રસ્તાથી ભોરારા ગામ તરફ જતાં આવેલ વાડી વિસ્તારમાં આશરીયા ઉર્ફે આસો ખીમરાજ ગઢવી બહારથી ગેરકાયદેસર રીતે મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી વિદેશીદારૂનું વેચાણ કરે છે. જે મળેલ હાઈકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતાં ભારતીય બનાવટનો વિદેશીદારૂની અલગ-અલગ બ્રાએનડીની 750 એમ.એલ.ની કાચની બોટલ નંગ 73 કિંમત રૂ.26,060, કાચના એમ.એલ.ના ક્વાટરીયા નંગ 31 કિંમત રૂ.3,100 અને કુલ કિંમત રૂ.29,160 મુજબનો મુદામાલ મળી આવેલ. અને હાજર મળી આવેલ ઈસમ આશરીયા ઉર્ફે આસો ખીમરાજ ગઢવી, ઉ.વ.40 રહે. મંગરા વાડી વિસ્તાર તા. મુન્દ્રા.એમ કુલ કિંમત રૂ.29,160 ના મુદામાલ પકડી રેડ દરમ્યાન હાજર મળી આવેલ ઈસમ વિરુધ્ધ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.