ભુજ શહેરના સ્ટેશન રોડ પર માત્ર પોણા કલાકમાં જ રિક્ષાની ડીકીમાંથી 26 હજારની તસ્કરી

ભુજ શહેરના ધમધમતા સ્ટેશન રોડ પર સાંજના અરસામાં પોણા કલાકમાં જ રિક્ષાની ડીકીમાંથી રોકડા રૂ.26 હજારની તસ્કરી થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. બીજીતરફ જૂના કટારિયામાં 23 હજારના વીજ વાયરની ઉઠાંતરી થતાં ગુનો દાખલ થયો છે. ભુજના બી-ડિવિઝન પોલીસ સ્ટેશને માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક પ્રકાશ પચાણદાસ રાઠોડે લખાવેલી ફરિયાદ અનુસાર સાંજના અરસા દરમ્યાન ભુજના ન્યુ સ્ટેશન રોડ કચ્છ કલર બેંકની સામે પોતાની રિક્ષા રાખી હતી અને પોણા કલાક દરમ્યાન રિક્ષાની ડીકીમાં રાખેલા રોકડા રૂ.26 હજારની કોઇ હરામખોર તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે તજવીજ હાથ ધરી છે.