વ્હોટ્સએપે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચરને એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે વિતેલા મહિને શરૂ કર્યું હતું. જોકે અત્યાર સુધી આ ફીચર માત્ર પસંદગીના યૂઝર્સને જ મળી રહ્યું હતું પરંતુ હવે આ ફીચર્સ બદા જ યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે બીટા યુઝર્સ બનવું પડશે. જોકે, યુઝર્સ પાસે બીટા ફીચર ન હોય તો પણ તેનો ભાગ બની શકે છે. ટ્વિટર એકાઉન્ટ ટ્રેક ચેન્જીસે આ ફીચરને સૌથી પહેલા ટ્રેક કર્યું હતું. WABetaInfoએ આ ફીચરની ગત મહિને જ જાણકારી આપી હતી.નોંધનીય છે કે આ ફીચરમાં તમે વધારેમાં વધારે ચાર યુઝર્સને એક સાથે જોડી શકશો અને વાત કરી શકશો. ચારથી વધારે યૂઝર્સને જોડ્યા પછી એડ મોર પાર્ટિસિપેન્ટનું ઓપ્શન આપમેળે જ દૂર થઈ જશે. જેથી તમે વધારે યૂઝર્સને એડ નહિ કરી શકો.WABetaInfoની પોસ્ટ અનુસાર ગ્રુપ કોલિંગ ફીચર આઈઓએસ v2.18.52 પર ઉપલબ્ધ છે. નોંધનીય છે કે યુઝર્સને આ ફીચર ઈન્વીટેશન તરીકે નહિ મળે. રિપોર્ટ અનુસાર આ ફીચર એન્ડ્રોઈડ બીટા 2.18.145 અને તેના લેટેસ્ટ વર્ઝન પર ઉપલબ્ધ થશે.
હાલમાં જ વ્હોટ્સએપે એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ માટે એક નવું ફીચર ચાલુ કર્યું હતું. જેનું નામ પ્રિડિક્ટેડ અપલોડ હતું. આ ફીચરની મદદથી યૂઝર્સ ઝડપથી પોતાનો ફોટો અપલોડ કરીને સેન્ડર્સને મોકલી શકતાં હતાં. ગત મહિને મીડિયા વિઝિબિલિટી અને નવા કોન્ટેક્ટ શોર્ટકર્ટ જેવા નવા ફીચર પણ આવ્યાં હતાં. પહેલા ફીચરથી શેર મીડિયાની વિઝિબિલિટીને જોઈ શકાતી હતી તો બીજા ફીચરની મદદથી સ્પીડથી નવા કોન્ટેક્ટ બનતાં હતાં.