અંજાર તાલુકાનાં ભુવડ મધ્યે આવેલા સૂર્ય ગ્લોબલ લીમીટેડ કંપની અંગે ગ્રામજનો વતી કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી.
તા : ૨૨.૬.૧૮
ભુવડ ગામે આવેલ સુર્યા ગ્લોબલ લીમીટેડ કંપની અંદાજીત વર્ષ ૨૦૦૩-૨૦૦૪ દરમિયાન આ ગામે કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૦૧માં આવેલ ભૂકંપ બાદ ઔધોગિક કંપનીની શરૂઆત કરવામાં આવેલ પરંતુ આ ઉધોગ દ્વારા આજુબાજુ એ આવેલ મથડા, ભુવડ, ચાન્દ્રોડા ગામો દતક લેવાની તમામ ગામોના આગેવાનો સાથે બાહેધરી આપેલ તેમજ ગામને લગતા સામાજિક, શૈક્ષણિક તેમજ રોજગાર જેવા પ્રશ્નોની જવાબદારી લીધેલ તેમજ આ ઉધોગ દ્વારા કોઈપણ જાતનું ગામડાઓ પ્રદૂષણ જેવા પ્રશ્નો થી પરેશાની નહીં થાય તેમજ ગામના આરોગ્ય તેમજ શિક્ષણને લગતા પ્રશ્નો માટે આ ઉધોગ દ્વારા સહકાર આપવાની વાતો કરેલ. પરંતુ સમય જતાં તમામ શરતો નેવે મૂકી ગ્રામજનો તેમજ ગામના પ્રશ્નો સામે આંખ આડા કાન કરેલ છે તેમજ ગામના બેરોજગારોને રોજગારી આપવાના બદલે શોષણ કરવામાં આવી રહ્યું છે. બેરોજગારોના શોષણ અંગે ફરિયાદો તથા રજૂઆતો કરવામાં આવે તો ધાક ધમકી કરવામાં આવે છે અથવા તો નોકરી માથી છૂટા કરી દેવામાં આવે છે. છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષ આ ત્રણે ગામના યુવાનો આ ઉધોગમાં રોજગારી તો મેળવે છે પરંતુ કોન્ટ્રાક મારફતે કોઈપણ જાતના ઉધોગના નિયમોનું પાલન થતું નથી. તેમજ ૧૪ કલાક થી વધારે કામ કરવી આ યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે તેમજ પૂરતો મહેનતાણું આપવામાં આવતું નથી. ઘણા બધા યુવાનો આઈ.ટી.આઈ. તેમજ અન્ય કોર્ષો /ડિપ્લોમા/ડિગ્રીનો અભ્યાસ કરેલ હોવા છતાં ગામના યુવાનો ને માત્ર લેબલ કામ જ આપવામાં આવે છે. જેથી આપશ્રીને નમ્ર અરજ સાથે જણાવવાનું કે અમારા ગામના યુવાનો ઉધોગમાં મળતા તમામ સરકારી ધારા ધોરણ મુજબ આપવામાં આવે તેમજ ઉધોગ આમ છેલ્લા ઘણા બધા વર્ષો થી નોકરી કરતા તમામ યુવાનો ને કાયમી કરવામાં આવે
અન્ય મુદ્દા અનુસંધાને આ ઉધોગના કારણે આજુબાજુ આવેલ ખેતીને પ્રદૂષણના કારણે વાડિયો બંધ થવાને આરે છે તેમજ ઉધોગ દ્વારા પાતાળ માંથી પાણી ખેંચવાની મનાઈ હોવા છતાં આ ઉધોગમાં પટલમાં ત્રણ જેટલા બોરો કરી અને પાણી ખેંચવામાં આવેલ છે. જેના કારણે આજુબાજુના વાડીના પાતાળ કુવા તેમજ બોરો બંધ હાલતમાં છે તેમજ કેમિકલ યુક્ત પાણી જમીનમાં ખાડા કરી મુક્તા આજુબાજુના પાતાળ કુવા તેમજ બોરોમાં પાણી ખરાબ થવાથી કોઈપણ ખેતીલાયક પાક થતાં નથી તેમજ આ ઉધોગના ધૂમડાને કારણે આજુબાજુમાં ગામડાઓમાં રોગોનું પ્રમાણ વધવા પામેલ છે. જેથી આપશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી.