મોરબીના રાજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ૧.૧૭ લાખનો મુદામાલ કબ્જે

મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દરોડો કરીને એલસીબી ટીમે જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડીને ૧,૧૭,૫૦૦ ની કિમતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન રાજપર ગામની માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મનસુખ પટેલ, કિશોર પટેલ, કાંતિભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ રહે બધા મોરબી વાળાને પકડી પાડીને ૧,૧૭,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે તો દરોડા દરમિયાન શખ્સ શાંતિલાલ પટેલ નામનો શખ્સ પલાયન થયો હોય. જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે. જે કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.