વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાંથી યુવાનનું બાઈકની તસ્કરી

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાંથી યુવાનનું બાઈક તસ્કરી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં લખાવાઈ છે. મળતી માહિતી અનુસાર વાંકાનેરના ગારીયા ગામે રહેતા સંજયભાઈ રવજીભાઈ વનાણીનું હીરો સ્પ્લેન્ડર જીજે ૦૩ એફએસ ૪૭૪૩ કિંમત રૂ.૩૦,૦૦૦ વાળું અમરસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાંથી કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં લખાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.