સોની ફળીયામાં બે ફ્લેટમાં ચોર ત્રાટક્યા, દાગીના અને મોપેડ પણ તસ્કરી કરી ગયા

શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં ત્રાટકેલા તસ્કરોએ બે ફ્લેટને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ મત્તા મળી કુલ રૂ. 1.66 લાખની મત્તા તાસકરીને ભાગી ગયા હતા.શહેરના ભાગાતળાવ સોની ફળીયામાં આવેલા હિરાઘસુ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા મોહમદ સલમાન હનીફ કાપડીયા (ઉ.વ.28) પરિવાર સાથે કામ અર્થે બહાર ગયા હતા. આ દરમિયાન તેમના બંધ ફ્લેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી સોનાનો સેટ અને કાનની બુટ્ટી ઉપરાંત બાજુમાં રહેતી માતાના ફ્લેટમાંથી વીંટી અને રોકડા રૂ.70 હજારની મત્તા તસ્કરી કરી હતી. આ ઉપરાંત મોહમદ સલમાનના ફ્લેટમાંથી મોપેડ નં. જીજે-5 ઇવાય-9372 ની ચાવી મળી હોવાથી મોપેડ પણ તસ્કરી કરીને ચોર ભાગી ગયા હતા. ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસે રૂ.1.66 લાખની તાસકરીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.