ભુજ સ્ટેશન રોડથી રીક્ષામાંથી થયેલ રોકડ રૂપીયાની ચોરીના વણશોધાયેલા ગુનાને શોધી કાઢી ત્રણ બાળકિશોરોને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલિયા સાહેબ,બોર્ડર રેન્જ,ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજવાસીનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હા શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફસ્ર્ટ ગુ.ર.નં 2330 /2021 ઇ.પી કો. કલમ 379 મુજબનો ગુન્હો તા.29/12/2021 ના પોતાની સી.એન.જી રિક્ષા રજી નં જીજે 2 બીયુ 6221 વાળી પાર્ક કરી કલર લેવા સારું ગયેલ તે દરમ્યાન કોઈચોર ઈસમ ફરિયાદીની રિક્ષામાંથી રોકડા રૂ.26,000 ની ચોરી કરી ગયેલ જે મુજબનો ગુનો દાખલ થયેલલ હોઈ જે ગુના કામે ભુજ શહેર બી ડિવિઝન પો.એસટી.ની અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્મુમન રીસોસીંસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઈ.પંકજકુમાર આરકુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત બનાવને અંજામ આપનાર ત્રણ બાળકિશોર છે અને તેઓ કેમ્પ મધ્યે રહે છે જેથી વેરીફાઈ કરી ત્રણેય બાળકિશોરને તેના વાલીઓ ને સાથે રાખી પૂછપરછ કરતાં પોતે આ ચોરી કર્યાની કબુલાત આપતા હોઈ જેથી આ કામોની યોગ્ય કાર્યવાહી પો.સબ.ઇન્સ.એમ.આર.મહેશ્વરી સા.નાઓ ચલાવી રહેલ છે. પકડાયેલ આરોપીઓના નામ,સરનામું કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળકિશોર,શોધી કાઢેલ ગુનો (1) ફસ્ર્ટ ગુ.ર.નં 2330 /2021 ઇ.પી કો. કલમ 379મુજબ, રિકવર કરેલ મુદામાલ (1) રોકડા રૂપિયા 9,000,કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ઉપરોક્ત કામગીરીમાં પ્રો. પો. ઇન્સશ્રી ડી. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. એમ. આર. મહેશ્વરી એ.એસ.આઈ.પંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સ મયૂરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ શક્તિસિંહ વી જાડેજાએ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.