સાંતેજ પોલીસે દરોડો પાડી શેરીસામાં જુગાર રમતાં 15 ઈસમને પકડી પાડ્યા


કલોલનાં શેરીસા ગામે પેટ્રોલ પંપ પાછળ આવેલા મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો હોવાની બાતમી સાંતેજ પોલીસને સાંજના અરસામાં મળતા દરોડો પાડ્યો હતો. જેમાં ગાંધીનગર તથા આસપાસનાં જિલ્લાના 15 ઈસમ રૂ.90 હજારનાં મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.સાંતેજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો મુજબ પીએસઆઇ એલ એચ મસાણી તથા પી બી રમલાવત ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે શેરીસાની સીમમાં પેટ્રોલ પંપ પાછળ મકાનમાં બળદેવજી દાજીજી ઠાકોર જુગાર રમાડતો હોવાની બાતમી મળતા કલોલ નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જડતી વોરંટ મેળવીને બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. જેમાં બે કુંડાળામાં જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમાડનાર બળદેવજી ઠાકોર સહિત 15 ઈસમને રૂ.40,590ની રોકડ તથા રૂ.49 હજારનાં 14 મોબાઇલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ દ્વારા શેરીસામાં દરોડો પાડી ઇસમોને પકડી લેવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. દરોડામાં પકડાયેલ જુગારીઓના નામ બળદેવજી દાજીજી ઠાકોર, ગણપતજી ગાભાજી ઠાકોર (રહે ચોરાવાળોવાસ, સબાસપુર), દિનેશજી ઉર્ફે બચુજી શકરાજી ઠાકોર, મહોબતજી ગોકાજી ઠાકોર, જશાજી કાળાજી મકવાણા, ગોપાલજી મણાજી ઠાકોર,વિક્રમજી ગલાબજી ઠાકોર,દિલીપજી કાંતીજી ઠાકોર, મંગાજી લાલાજી ઠાકોર, બાબુજી તલાજી ઠાકોર, રાજુજી અંબારામ ઠાકોર, અમરતજી લક્ષ્મણજી ઠાકોર, રમણજી માસંગજી ઠાકોર, ગીરીશકુમાર બાબરજી ઠાકોર, રામાજી બાબુજી ઠાકોર.