ગૂગલે એન્ડ્રોઇડમાં ક્રૉમ વાપરનારાઓને આપી આ બેસ્ટ ફેસિલિટી

ઇન્ડિયન યૂઝર્સને હવે ગૂગલે નવી ગિફ્ટ આપી છે, એટલે કે ગૂગલ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક ખાસ ફિચર લઇને આવ્યું છે. જેની મદદથી ક્રૉમ વાળા મોબાઇલમાં ઓફલાઇન પણ સેવ કરી શકાશે આર્ટિકલ અને બાદમાં વાંચી શકશો. આ નવું ફિચર ગૂગલ ક્રૉમ એન્ડ્રોઇડ યૂઝર્સને ઓફલાઇન કન્ટેન્ટ આપનારું છે, જેમાં આર્ટિકલ સામેલ છે. નવી ક્રૉમ બ્રાઉઝરનું અપડેટ 100થી વધુ દેશોમાં આપવામાં આવશે જેમાં ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને બીજા દેશો સામેલ છે. આ ફિચર એવા લૉકેશનને ટાર્ગેટ કરશે જે ઇન્ટરનેટની સુવિધા નથી આપતા અને હજુ માત્ર આર્ટિકલ સુધી જ લિમીટ છે. ક્રૉમ એપ અપડેટની અંદર એન્ડ્રોઇડ યૂઝર્સની પાસે એક નૉટિફિકેશન આવશે જે પૉપ્યૂલર આર્ટિકલ અને યૂઝર લૉકેશન સાથે જોડાયેલું હશે. નૉટિફિકેશનની મદદથી કેટલાક યૂઝર્સ આર્ટિકલને એક્સેસ કરી શકશે તો વળી સર્ચ હિસ્ટ્રીને પણ શોધી શકશે. જોકે કન્ટેન્ટ ત્યારે ડાઉનલૉડ થઇ શકશે જ્યારે તમારો ફોન વાઇ-ફાઇ સાથે કનેક્ટ હશે. યૂઝર્સ આ કન્ટેન્ટને વિના ઇન્ટરનેટ કનેક્શનને પણ ડાઉનલૉડ કરી શકશે. ગૂગલનું એન્ડ્રોઇડ ઓફલાઇન પ્રૉડક્ટ મેનેજર અમંદા બૉસે કહ્યું કે, “જ્યારે તમે ઇન્ટરનેટ જોડાયેલા નહીં હોય ત્યારે તમે સંબંધિત લૉકેશનમાંથી આર્ટિકલ ડાઉનલૉડ કરી શકશો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *