દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું જેના કારણે બોલિવૂડ સહિત સમગ્ર દેશ હતપ્રત રહી ગયો હતો. શ્રીદેવીનો પરિવાર, પ્રશંસક અને બોલિવુડ ઈન્ડસ્ટ્રી ધીરેધીરે આ દુ:ખદ ઘટનામાંથી બહાર આવી રહ્યા છે. શ્રીદેવીનાં મોત પર અનેક અફવાઓએ પણ જોર પકડ્યું હતું. મોતના 12 દિવસ બાદ જ શ્રીદેવીના કાકા વેણુગોપાલ રેડ્ડીએ એક ઈન્ટરવ્યુમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, બોની કપૂરને કારણે શ્રીદેવી ઘણું દુ:ખ ભર્યું જીવન જીવી રહી હતી. તે બોની કપૂરની સાથે ખુશ નહોતી.
તેમણે કહ્યું હતું કે, શ્રીદેવીની માં બોની કપૂરને ક્યારેય પસંદ કરતી નહોતી. તે શ્રીદેવીનાં બોની કપૂર સાથેનાં લગ્નથી પણ ખુશ નહોતા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી બોની કપૂર સાથે લગ્ન કરે. લગ્ન બાદ શ્રીદેવી તેમના પરિવારની ક્યારેય નજીક નહોતા રહી શક્યા. શ્રીદેવીનાં કાકાનાં જણાવ્યા પ્રમાણે, શ્રીદેવીની માં બોની કપૂરને જરા પણ પસંદ કરતી નહોતી. શ્રીદેવીની માંએ આ વિશે પોતાના પરિવાર સાથે પણ વાત કરી હતી, પરંતુ ત્યાં સુધી બંનેએ લગ્ન કરી લીધા હતા. જ્યારે પણ બોની તેમના ત્યાં આવતા તો શ્રીદેવીની માં ખરાબ વ્યવહાર કરતી હતી. અમને ખબર પડી હતી કે બોની કપૂરને તેમની કેટલીક ફિલ્મોમાં ઘણું નુક્શાન થયું હતું. નુક્શાન ચુકવવા માટે તેમણે શ્રીદેવીની કેટલીક સંપત્તિ પણ વેચી દીધી હતી અને આ વાતનું શ્રીદેવીને હંમેશા દુ:ખ પણ રહ્યું હતું. શ્રીદેવી દુનિયા સામે હસતી પરંતુ અંદર ઘણું દુ:ખ છુપાવીને રાખ્યું હતું. બોની કપૂરે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જે ક્યારેય રિલીઝ થઈ નહોતી. બોની કપૂરનાં કેટલાક સંબંધીઓ સાથે પણ શ્રીદેવીનાં સંબંધો સારા નહોતા. જ્યારે અમારા કેટલાક સંબંધીઓ શ્રીદેવીને મળવા જતાં હતાં ત્યારે તે હંમેશા પોતાની દીકરીઓ માટે ચિંતા કરતી. તે ખુશી અને જહાન્વીને લઈને ઘણી પ્રોટેક્ટિવ હતી. શ્રીદેવી હંમેશા સુંદર રહેવા ચાહતી હતી અને તેણે પોતાના નાકની ઘણી વખત સર્જરી કરાવી હતી.