જમાઈ બન્યો જમ: રાપરમાં જમાઈએ ફટકારેલી લાકડીથી ઘાયલ કૌટુંબિક આધેડનું મૃત્યુ .
કચ્છખબરડોટકોમ, રાપર : દોઢ વર્ષથી રિસામણે બેઠેલી પત્નીને પિયર પાછી નહીં મોકલવામાં સાસરિયાં પક્ષના લોકોનો હાથ હોવાની શંકા રાખી પત્નીના કૌટુંબિક વડીલના માથામાં કડિયાળી લાકડી મારી ગંભીર રીતે ઘાયલ કરવાનો રાપરનો કિસ્સો હવે ખૂનના કેસમાં પલટાયો છે. ગંભીર રીતે ઘાયલ 69 વર્ષીય આધેડ આજે સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દમ તોડી દીધો હતો. ઘટના ગત ચોથી જૂનના રોજ બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. રાપરના અયોધ્યાપૂરીની ઘનશ્યામ કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા 69 વર્ષના આધેડ શાંતિલાલ વીરજી રામાણી (ઠક્કર )પુત્ર પ્રકાશ સાથે ચોકલેટ -બિસ્કીટની પેઢી ચલાવતા હતા. શાંતિલાલના મામા ચમનલાલના પુત્ર પ્રવીણની દીકરી હંસાના સાત વર્ષ પૂરા દિનેશ કાંતિલાલ રાજદે (રહે ,અયોધ્યાપૂરી ,રાપર )સાથે લગ્ન થયા હતા. પરંતુ, સાસરીમા થતી મારકૂટ અને અત્યાચારોથી કંટાડીને હંસા છેલ્લા દોઢ વર્ષથી પિયરમાં રિસામણે બેઠી હતી. ગત ચોથી જૂનના રોજ હંસાનો પતિ દિનેશ સફેદ એક્ટિવામાં કડિયાળી લાકડી લઈને શાંતિલાલ ની દુકાને આવ્યો હતો. “મારી ઘરવાળી હંસાને મારા ઘેર મૂકવામાં તને કેમ આડા આવો છો” તમે કહી તેણે શાંતિલાલના માથામાં ડાબી બાજુ કડિયાળી ડાંગ વીંઝી દીધી હતી. ગંભીર ઇજાથી શાંતિલાલ ઢળી પડ્યા હતા. તેમને તરત સ્થાનિક અને બાદમાં અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે ગત છઠ્ઠી તારીખે શાંતિલાલના પુત્ર પ્રકાશે દિનેશ વિરુદ્ધ આઇપીસી 307 હેઠળ ફરિયાદ નોધાવી હતી. હુમલા પછી દિનેશ નાશી ગયો હતો. પરંતુ પોલીસ તેને રાજકોટ થી પકડી લાવી હતી. આધેડ નું મોત થતાં બનાવ ખૂન કેસમાં પલટાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.