ભુજના મોટા રેહામા વિધ્યાર્થીઓ પાસેથી શાળાના શૌચાલય સાફ કરાવાયાં, તપાસ આદેશ .
કચ્છખબરડોટકોમ ,ભુજ : ભુજ તાલુકાનાં મોટા રેહા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૭ અને ૮ માં અભ્યાસ કરતાં ઘણા વિધ્યાર્થીઓ પાસે શાળાના શૌચાલય સાફ કરવાતા વિવાદ સર્જાયો હતો. શાળાના વિધ્યાર્થી શૌચાલય સાફ કરતાં હોય તેવી વિડીયો ક્લિપ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચી છે. જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સંજય પરમારે તપાસના આદેશ કર્યો હતો કે ૧૪ મી એ શાળા પ્રવેશોત્સવ નીમીતે કાર્યક્રમ યોજાયો હતો. બનાવ આગલા દિવસે તેરમીના રોજ બન્યો હતો. શાળામાં સાફ-સફાઈની કામગીરી કરતી મહિલા ઈદ નીમીતે ૩ દિવસની રજા પર હતી. તેથી બાળકો પાસે શૌચાલય સાફ કરાવાયા હતા. આ અંગે કચ્છખબર સાથે વાત કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યુ હતું કે ,વિડીયો ક્લિપ ની અમે ખરાઈ કરી છે અને તે સાચી છે. આ અંગે શાળાના આચાર્યનો ખુલાસો માંગ્યો છે અને તપાસ હાથ ધરી છે. જો કોઈ ગુનહગાર જણાસે તો તેની વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન ,સૂત્રો દ્વારા એવી વિગત પણ બહાર આવી છે કે ગામના જ કોઈ શખ્સે શાળાની આચાર્યને ‘ભેખડે ભરાવી દેવાના ‘મકસદે વિધ્યાર્થીઓને ગુસ્સે થી તેમની પાસે શૌચાલય સાફ કરાવી વિડીયો ક્લિપ ઉતારી લીધી હતી. આ અંગે પરમારે જણાવ્યુ હતું કે સત્ય હશે તે તપાસમાં સ્પષ્ટ થઈ જશે. ઘટના શાળાના કંપાઉન્ડમાં બન્યો હોઇ હાલ પૂરતી પહેલી જવાબદારી શાળાની આચાર્યની બને છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.