ભચાઉ થી ગાંધીધામ જતી નર્મદા પાઇપલાઇનમાં ગાબડું પડતાં લાખો લિટર પાણી વેડફાયું .
કચ્છખબરડોટકોમ ,ગાંધીધામ :ભચાઉ થી ગાંધીધામ તરફ જતી નર્મદા પાઇપલાઇનમાં નાની ચિરઈ પાસે નંદગામ-ગોકુલધામ નજીક ગાબડું પડતાં લાખ્ખો લિટર પાણી વહી નીકળ્યો હતો. આજે સવારે પાઇપલાઇનમાં ગાબડું પડતાં લાઇનમાં વહેતા નર્મદાનો પાણી જોશભેર સર્વિસ રોડ પર વહી નીકળ્યો હતો. લીકેજના કારણે સર્વિસ રોડ પર નાનકડી તલાવડી રચાઇ ગઈ હતી. અંગે સ્થાનિક જાગૃત નાગરિક અજાભાઈ રબારીએ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું ધ્યાન દોરતા એક જુથ્થ દોડી આવ્યું હતું. GWIL ના સિનિયર મેનેજર સી.બી. ઝાલાએ જણાવ્યુ કે આ લાઇન પાણી પુરવઠા વિભાગ હસ્તકની છે. ગાબડાં અંગે પાણી પુરવઠો વિભાગના ગાંધીધામ સબ ડિવિઝનને જાણ કરી દેવાઈ હતી. સવારથી ગાબડું પડ્યું હોવા છતાં સંબંધિત વિભાગની કશી સુધ નથી પડી અને લાખો લિટર પાણી એમજ વેડફાઇ રહ્યું હોવાનું અજાભાઈએ જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.