ગાંધીધામ શહેરમાં અજાણ્યો ઇસમ યુવાન પાસેથી 20 હજારના મોબાઈલ ફોનની ચીલઝડપ
 
                
ગાંધીધામ શહેરમાં અજાણ્યો ઈસમ યુવાન પાસેથી 20 હજારની કિંમતના મોબાઈલ ફોનને છીનવીને નાસી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે’ નોંધાયો હતો. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આવેલી મનજી પેથા’ હોટલ પાસે બપોરના અરસામાં બનેલા બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી સબીર કાસમભાઈ મમણ હોટલની બહાર આવતાં એક અજાણ્યો શખ્સ તેમને ભટકાયો હતો. દરમ્યાન આ ઈસમ ફરિયાદી યુવાનના શર્ટના ખિસ્સામાંથી’ વીવો કંપનીનો મોબાઈલ ફોન છીનવી ઝૂંટવીને’ બજારમાં લોકોની ભીડનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. ચોરાયેલા મોબાઈલ ફોનની કિંમત રૂ.20 હજાર આંકવામાં આવી છે. આ અંગે વધુ કાર્યવાહી પી.એસ.આઈ. એન. વી. રહેવરે હાથ ધરી છે.
 
                                         
                                        