વિસાવદરનાં ઘોડાસણ ગામે પાઈપ તેમજ લાકડી વડે હુમલો
 
                
વિસાવદરનાં ઘોડાસણ ગામે કોઈ વાતને લઈ મારામારી થતા પોલીસ ફરિયાદ લખાવાઈ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વિસાવદર પંથકનાં ઘોડાસણ ગામે રહેતા કડવાભાઈ રાજાભાઈ ડાબસરાએ લખાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર ભુપત શોચક્રિયા માટે વોંકળા તરફ જાહેર જગ્યામાં જતો હોય આ જગ્યા પર અન્ય મહિલાઓ પણ જતા હોય જેથી કરશન ભીખાભાઈ વાઢેર અને માલદે કરશનભાઈ વાઢેરે ભૂપતને આ જગ્યા પર શોચક્રિયા કરવા જવા માટે ના પાડી હતી. જેથી કડવાભાઈએ કહ્યું હતું કે, તમે શું કામે ના પાડો છો. તેમ કહેતા જ કરશન અને માલદેએ પાઈપ તેમજ શાંતિબેન અને રખુબેને લાકડીઓ વડે બંને પગમાં ઈજા કરી હતી. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી આ ચારેય વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.
 
                                         
                                        