અમરેલીમાં ક્લિનીકમાંથી યુવકે 10 હજારની તસ્કરી કરી


અમરેલીમા જુના માર્કેટીંગયાર્ડમા આવેલ ડિવાઇન એમઆરઆઇ સેન્ટર નિદાન કેન્દ્રમાં નાઇટ ડયુટીમા નોકરી કરતા એક યુવકે હિસાબના પેકેટમાથી રૂપિયા 10 હજારની તસ્કરી કરીને લઇ જતા આ બારામા કલીનીકના માલિકે તેની સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. જલ્પનભાઇ ચેતનકુમાર રૂપાપરાએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અમરેલીમાં જુના માર્કેટીંગયાર્ડમા તેઓનું ડિવાઇન એમઆરઆઈ નિદાન કેન્દ્ર આવેલુ છે. જેમા નાઇટ ડયુટીમા નોકરી કરતા ભવદીપ પરમાર નામના યુવાને નાઇટ ડયુટી દરમિયાન કલીનીકમા હિસાબના પેકેટમાથી રૂપિયા 10 હજારની મતાની તસ્કરી કરી લઇ ગયો હતો. પોલીસે ભવદીપ પરમાર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.