મોરબીના જાંબુડિયા ગામે નજીક ટ્રકમાંથી અંગ્રેજી દારૂની ૨૧ બોટલ પકડાઈ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં ટ્રકમાંથી અંગ્રેજી દારૂની ૨૧ બોટલ મળી આવતા પોલીસે ટ્રક અને દારૂ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલ ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૭૫૫૨ માંથી અંગ્રેજી દારૂની બોટલ નંગ ૨૧ કીમત રૂ.૧૧,૨૫૦ મળી આવતા ટ્રક અને દારૂ સહીત રૂ.૧૦,૧૧,૨૫૦ નો મુદામાલ કબ્જે કરી ઈસમ ભાગચંદ દ્વારકાદાસ વૈષ્ણવ અને મહાવીર ભંવરલાલ વૈષ્ણવ રહે બંને રાજસ્થાન વાળાને પકડી પાડ્યા છે.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.