ખંભાળિયામાં વધુ એક જુગારધામ ઝડપાયું : પાંચ સ્ત્રી સહિત 8 ઝડપાયા

ખંભાળિયાના ભઠ્ઠી ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે અહીંના પી.એસ.આઈ. તથા સ્ટાફ દ્વારા દરોડા પાડી, આ સ્થળેથી પાંચ મહિલાઓ સહિત આઠ પત્તાપ્રેમીઓને પકડી લેવામાં આવ્યા હતા. ખંભાળિયાના ભઠ્ઠી ચોક વિસ્તારમાં પાણી શેરી ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં ઈમરાન હુસેન ગજણ નામના 24 વર્ષના ઈસમ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી, રમાડતા જુગારના અખાડા પર સાંજના અરસામાં પોલીસે દરોડો પાડયો હતો.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.