અમદાવાદમાં બાઈક તસ્કરી કરનાર શખ્સ ટંકારાની લતીપર ચોકડીથી પકડાયો

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ તસ્કરી કરનાર શખ્સ નાસતો ફરતો હોય જે શખ્સ લતીપર ચોકડી પાસેથી પકડાયો છે. ટંકારા પોલીસ ટીમ નાસતા ફરતા શખ્સને પકડી પાડવા કાર્યરત હોય દરમિયાન અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં બાઈક તસ્કરીના ગુનામાં નાસતા ફરતા શખ્સ રાજુ હરીલાલ સારેસા (ઉ.વ.૨૨) રહે હીરાપર તા ટંકારા વાળો લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે શખ્સને લતીપર ચોકડી પાસેથી પકડી પાડી છે. અને આરોપી અંગે સરખેજ પોલીસ સ્ટેશનને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જે કામગીરીમાં ટંકારા ઇન્ચાર્જ પીએસઆઈ એસ એમ રાણા, ફારૂકભાઈ પટેલ, શૈલેશભાઈ હૈણ, કલ્પેશભાઈ પટેલ સહિતની ટીમ જોડાયેલ હતી.