માળિયાના મોટા દહીંસરા ગામેથી દારૂની ૭૨૦ બોટલનો જથ્થો પકડાયો

માળિયાના મોટા દહીંસરા ગામના પાદર પાસેથી ખેતરમાંથી બાઈક લઈને પસાર થતા શખ્સને પોલીસે પકડી પાડીને ઈંગ્લીશ દારૂની ૭૨૦ બોટલ કિંમત રૂ.૨.૭૦ લાખ અને ૫૦ હજારનું બાઈક કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરના પાદર પાસે કુંભાતરના માર્ગે ખેતરમાંથી પસાર થતા સ્કૂટરને આંતરી પોલીસે તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૨૦ કિંમત રૂ.૨.૭૦ લાખ મળી આવતા દારૂનો જથ્થો અને ૫૦ હજારનું બાઈક પોલીસે કબ્જે કરી શખ્સ જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાને પકડી પાડ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.