મોરબીના ઘૂટું રોડ પર ટ્રકની ઠોકરે બાઈકસવાર આધેડનું મૃત્યુ

મોરબીના ઘૂટું રોડ પરથી પસાર થતા બાઈક સાથે ટ્રક અથડાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવારના અરસામાં આધેડને ગંભીર ઈજાઓ થતાં મૃત્યુ નીપજયું હતું. તો અકસ્માત બાદ ટ્રક મૂકી ટ્રકચાલક નાસી છૂટ્યો હતો. મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નાગરાજભાઈ ઉમાચેડીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ટ્રક જીજે ૦૩ એટી ૩૮૫૯ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવીને ઘૂટું રોડ પરથી પસાર થતા ફરિયાદીના બનેવી મંજુનાથ બસપ્પાભાઈ અક્કીના બાઈક જીજે ૧૮ એએન ૦૭૩૪ ને પાછળથી અડફેટે લીધું હતું. જેથી બાઈકસવાર આધેડ પડી જતા ટ્રક ડમ્પરના ટાયરમાં આવી જતા મંજુનાથ અક્કી નામના આધેડને ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નીપજયું હતું. તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી પલાયન ટ્રક ચાલકને પકડી લેવા તજવીજના ચક્રો ગતિમાન કર્યા છે.