કલોલમાં શિયાળામાં વાહનચોરીના બનાવોમાં ‌વધારો, 2 ઇકોની તસ્કરી

000000000000000

કલોલમાં નાના સ્વામીનારાયણ મંદિર સંકુલમાં બંસીધર સોસાયટી વિભાગ 2માં રહેતા અને ખાત્રજ લોડીંગ ગાડી ચલાવતા રાહુલકુમાર પોપટજી ઠાકોરે કલોલ શહેર પોલીસ મથકમાં લખાવેલી ફરીયાદ પ્રમાણે ગત વર્ષ 2019માં તેમણે ઇકો કાર ખરીદી હતી. સાંજના અરસામાં પોતાની આ ઇકો કાર તેમનાં ઘર પાસે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારના અરસામાં ઉઠ્યા ત્યાં સુધીમાં આ ઇકો કાર ઘર આગળથી તસ્કરી થઈ ગઇ હતી. જેની કિંમત રૂ.1.30 લાખ થવા જાય છે. જે અંગે રાહુલકુમારે ફરીયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેની આગળની રાત્રિના અરસામાં કલાલની ચાલીમાં રહેતા વેપારીની ઘર આગળ પાર્ક ઇકો તસ્કરી જવાની ઘટના બની હતી. જેના કારણે ચકચાર મચી હતી.પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.