દડિયા ગામમાં નજીવી બાબતે બે યુવાન ઉપર ધોકા વડે હુમલો

જામનગરના રણજીતસાગર રોડ પર દડિયા ગામમાં રહેતા અનિધ્ધ શૈલેશભાઈ હરવરા નામના યુવાને પંચ બી માં દડિયા ગામના રાજેશ મનસુખ હરવરા અને રોહિત નામના બે શખ્સ વિરુધ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ લખાવી હતી. જામનગર તાબેના દડિયા ગામમાં રહેતા ખેતીકામ કરતાં અનિરૂધ્ધ શૈલેશભાઈ હરવરા તથા સાહેદને દડિયા ગામે રામ મંદિર ચોકમાં આરોપીઓએ ધોકા તેમજ ઢીકાપાટુ વડે માર મારી આઇએ કરી હતી. આથી સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે પંચ –બી દ્રારા તપાસ ચલાવવામાં આવી રહી છે. નાસ્તાના મામલે બબાલ થયાનું જાણવા મળેલ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.