માળિયાની ભીમસર ચોકડી પાસેથી અંગ્રેજી દારૂ સાથે એક ઈસમ પકડાયો

માળિયાની ભીમસર ચોકડી પાસેથી માળિયા પોલીસ ટીમે અંગ્રેજી દારૂની બોટલ સાથે એક ઈસમને પકડી પાડીને વધુ તપાસ ચલાવી છે. માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ભીમસર ચોકડી પાસેથી ઈસમ ભૂદર કરશન કોળી રહે ખાખરેચી તા. માળિયા વાળા શખ્સને પકડી પાડીને ઈસમ પાસેથી અંગ્રેજી દારૂની બોટલ નંગ ૦૧ કિંમત રૂ.૩૭૫ કબ્જે કરી કાયદેસર તપાસ હાથ ધરી છે.