આજીડેમ ચોકડી પાસે વરલીના આંકડા લેતા ઈસમ પકડાયો

રાજકોટ શહેર આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર મુરલીધર વે-બ્રીજ પાસે ક્રાંતીનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.2 ના ખુણે માર્કેટીંગ શાકભાજીનો વેપાર કરતા અને વેલનાથ સોસાયટી શેરી નં.ર ખોખળદળ નદિના પુલ પાસે રહેતા શૈલેષભાઇ સોમાભાઇ મેરને વર્લી ફીચરના આંકડા લેતા ઝડપી પાડી રોકડા રૂપિયા 10,380 તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5,000 મળી કુલ રૂ.15,380ના મુદામાલ જપ્ત કર્યો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.