વડનગરમાં વરલી કટકાનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે પકડી લીધા, એક પલાયન

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ટાઉનમાંથી વરલી મટકાના જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી લીધા હતાં. જ્યારે એક ઈસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ત્રણ અને એક પલાયન એમ ચારેય ઇસમો સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ એ.કે.વાઘેલા અને તેમની ટીમ વડનગર ટાઉનમાં પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, અમતોલ દરવાજા પાસે પટેલ સચિન પઠાણ શેરખાન વાળાની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમાડે છે.બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમતોલ દરવાજા ખાતે દરોડો પાડ્યો હતો. જ્યાં પઠાણ શેરખાન, સિપાહી હસનભાઈ અને ઠાકોર વિષ્ણુ પકડાઈ ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન કુલ 41 હજાર 791નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ જુગાર ચલાવનાર પલાયન સચિન પટેલને ઝડપવામાં ચક્રોગતિમાન કર્યા હતા.